અમદાવાદ-

ગુજરાતના આ કુશળ રાજનીતિજ્ઞ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા અહમદ પટેલ રાજકારણી હતા એ સૌકોઈ જાણે છે, પરંતુ તેઓ અચ્છા ક્રિકેટર હતા અને રાઇટી બૅટ્સમૅન હતા એ કદાચ બધાને ખબર નહીં હોય. સેવાભાવી, લાગણીશીલ અને કર્મઠ વ્યક્તિ એવા અહમદ પટેલના જીવનની જાણી-અજાણી વાતો વિશે 'અહમદ પટેલ ક્રિકેટ, વૉલીબૉલ અને ટેબલ ટેનિસ રમતા હતા. એમાં ક્રિકેટ તેમની મનપસંદ રમત હતી. કૉલેજની ક્રિકેટ ટીમમાં તેઓ કૅપ્ટન હતા. તેઓ રાઇટી બૅટ્સમૅન હતા અને બોલિંગ પણ કરતા હતા. તેઓ ગઝલના પણ શોખીન હતા. જૂનાં ફિલ્મી-ગીતો તેમ જ ગઝલ પ્રીય હતા. 

તેમની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો અહમદ પટેલ ૧૯૭૬માં ભરૂચમાં તાલુકા પંચાયતના સભ્ય બન્યા હતા. ૧૯૭૭માં ૨૬ વર્ષની નાની વયે તેઓ સંસદસભ્ય બન્યા હતા. ૧૯૮૫માં દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ બન્યા હતા. ૧૯૮૬માં ગુજરાત કૉન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ૧૯૯૧માં કૉન્ગ્રેસની વર્કિંગ કમિટીમાં સ્થાન મળ્યું હતું. ૨૦૦૦માં સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા હતા. વતન પીરામણ ગામના સુન્ની વહોરા મુસ્લિમ જમાત કબ્રસ્તાનમાં માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા હતા. અહમદ પટેલના નિધનથી ગુજરાત અને કોંગ્રેસના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમનો પાર્થિવ દેહ આવતા જ પીરામણ ગામમાં ગમગીન માહોલ છવાયો હતો. મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ વિદાયમાં જોડાયા હતા.