અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોના ચાલતા કૂટણખાનાના સમાચાર અવારનવાર સાંભળવા મળતા હોય છે. પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાના ઉપર રેડ પાડીને કેટલીય યુવતીઓને મુક્ત કરાવવામાં આવે છે. છતાં તે બંધ થવાનું નામ નથી લેતા. આવો જ એક કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર માં આવેલા ઔડાના ફ્લેટોમાં સામે આવ્યો છે. કૃષ્ણનગર પોલીસે બાતમીના આધારે એક અનૈતિક રીતે ચાલતા કૂટણખાના ઉપર રેડ કરવામાં આવી હતી. કૃષ્ણનગરમાં રાજુ યાદવ નામનો એક વ્યક્તિ ઔડાના મકાનોમાં ત્રણ ફ્લેટોમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવીને તેમને ફ્લેટમાં ગોંધી રાખીને આ કૂટણખાનું ચલાવતો હતો.

પોલીસે જ્યારે તે ફ્લેટો ઉપર એડ કરી ત્યારે પોલીસ પણ અચંબો પામી ગઈ હતી કે ફ્લેટમાં અંદર ગયા પછી ગ્રાહકને સંતોષવા માટે બધી હાઈ પ્રોફાઈલ સુવિધાઓથી સજ્જ આ ફ્લેટો હતા, તેમાં એસી, એલઈડી ટીવી, સહિતની અનેક સુવિધાઓથી સજ્જા આ ફ્લેટ હતા, પોલીસના રેડમાં એક ગ્રાહક પણ પકડાયો છે. પોલીસની કાર્યવાહીમાં આ ફ્લેટોમાથી 11 યુવતીઓ, 14,540 રોકડા રૂપિયા, 3 એલઈડી ટીવી, 10 મોબાઈલ, 4 એસી, અને 1 રીક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આ કૂટણખાનાનો મુખ્ય સુત્રધાર રાજુ યાદવ ફરાર થઇ ગયો છે. કૃષ્ણનગર પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.