અમદાવાદ: મહિલા તબીબે અન્ય તબીબ સાથે છેતરપિંડી કરી અને પછી..
23, ઓક્ટોબર 2020

અમદાવાદ-

મણિનગરમાં રહેતા ડો. હેત દેસાઈએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ એક ભાગીદારી પેઢી ચલાવે છે.જેના માટે સોશિયલ મીડિયા માટે લોકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પેઢીમાં CEO તરીકે ડો. સુનીતા પટેલને રાખવામાં આવ્યા હતા. જેમાં તેમને બાહેધરી આપી હતી કે, પેઢીના કોઈ પણ વસ્તુનો તેઓ પોતાના કે અન્ય માટે ઉપયોગ કરી શકશે નહીં તેમ છતાં તેમણે અલગ કંપની ખોલી પેઢીની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે.

ડોકટર સુનિતા પટેલે વી કેર નામની અલગ કંપની બનાવી અને અગાઉની પેઢીના ડેટા, સોશિયલ મીડિયા એકાઉન્ટ, લોગો અને એડ્રેસ દુરુપયોગ કર્યો હતો. તેમના પોતાના માટે પણ પેઢીની કોઈ વસ્તુનો ઉપયોગના કરી શકે તેમ છતાં ઉપયોગ કરતા ડૉ. હેત દેસાઇએ ફરિયાદ નોધાવી છે. આનંદનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. શહેરમાં હવે મહિલા તબીબે છેતરપિંડી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. મહિલા જે કંપનીમાં કામ કરતી હતી. ત્યાં ડેટા ચોરી કરી અને તે ડેટાનો ઉપયોગ પોતાના આર્થિક લાભ માટે કર્યો હતો. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં મહિલા તબીબ સામે ગુનો નોંધાયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution