અમદાવાદ-

ક્રાઇમબ્રાન્ચની ટીમે વાહનોની નકલી ૐજીઇઁ (હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ) નંબર પ્લેટનું કૌભાંડ ઝડપી બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ નડિયાદ આરટીઓ પાસે  નંબર પ્લેટ બનાવતા શખ્સ પાસેથી નંબર પ્લેટ લીધી હતી. આરોપીઓ ફાઇનાન્સ કંપનીમાંથી બીજા વ્યક્તિના નામે લોન પર છોડાવેલા વાહનોની લોન ભરતા ન હતા. લોન પર છોડાવેલા વાહનો પર બીજા જ વાહનના નંબરની નકલી ૐજીઇઁ નબર પ્લેટ લગાવી ફરતા હતા. 

ક્રાઇમબ્રાન્ચના પીઆઈ ડી.બી.બારડની ટિમના પીએસઆઈ હિતેન્દ્રસિંહ ખોડુભા, હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ વિજયસિંહ, પરાક્રમસિંહ ભગવાનભાઈ, ભવાનીસિંહ પ્રતાપસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ભુરુભાએ બાતમી આધારે નારોલ ટર્નિંગ પાસેથી બે આરોપીને શંકાસ્પદ વાહનો સાથે ઝડપ્યા હતા. જેમાં મુનાવરખાન મહમદખાન પઠાણ (ઉં,૪૧) રહે, અલ્ફીયા સોસાયટી,વટવા અને રોહિત શંભુ ચુનારા (ઉં,૩૪) રહે ગામ પાણસોલી,ખેડાનો સમાવેશ થાય છે. ક્રાઇમબ્રાન્ચે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મુનાવર અને રોહિતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. આકીબની ધરપકડ બાદ આવી કેટલી નકલી ૐજીઇઁ નંબર પ્લેટ કેટલા લોકોને વેચાણ કરવામાં આવી તેની વિગતો ખુલે તેમ છે.