અમદાવાદ: બે દિવસમાં 2 દુષ્કર્મની ફરિયાદ, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
04, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં બે સગીર યુવતીઓએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પહેલી ફરિયાદની વાત કરીયે તો આનંદનગરમાં રહેતી મહિલાએ તેની દિકરીને ભગાડી જનાર યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ સગીર યુવતી તેની માસી સાથે વેજલપુર વિસ્તારમાં આવેલા એક મોલમાં ખરીદી માટે આવી હતી, ત્યાંથી સગીરાને રોનક ગોહિલ નામનો યુવક ભગાડી ગયો હતો અને બીજા દિવસે સગીરા ઘરે પરત આવતા તેની માતાએ પુછપરછ કરતા યુવકે તેની સાથે મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાનું જણાવતા આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક રોનક ગોહિલની ધરપકડ કરી છે.

બીજી ફરિયાદની વાત કરીયે તો ફતેવાડી વિસ્તારમાં રહેતી અને ઘરકામ કરતી મહિલાએ તેની પાડોશમાં રહેતા યુક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ત્રણ મહિના પહેલા મહિલા જ્યારે કામ અર્થે બહાર ગઈ હતી તે સમયે તેની પાડોશમાં રહેતો સમીમ અન્સારી નામનો યુવક સગીરાની એકલતાનો લાભ લઈને ઘરમાં ઘુસી જઈ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. અને ધમકીઓ આપી હતી. તે બાદ પણ યુવકે સગીરાને ધમકીઓ આપવાનું ચાલુ રાખતા અંતે સગીરાએ તેની માતાને આ અંગે જાણ કરતા માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સમીમ અન્સારી નામનાં યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution