20, જાન્યુઆરી 2021
અમદાવાદ-
ગુજરાતમાં ધીરે ધીરે નશીલા પદાર્થોનો વેપલો વધી રહ્યો છે. ત્યારે ફરી એક વખત અમદાવાદ શહેરમાંથી કરોડોની કિંમતના કેફી પદાર્થ સાથે ગુજરાત એચીએસે એક આરોપીને ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ રાજ્યનાં અમદાવાદ શહેરમાં કરોડોનાં ડ્રગ્સ સાથે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, અમદાવાદ શહેરનાં શાહીબાગમાં સુલતાન શેખ નામનાં શખ્સની ગુજરાત ATS એ ધરપકડ કરી હોવના અહેવાલ આવી રહ્યા છે. એક કિલો મેથાફેટામાઇન સાથે આ આરોપી ઝડપાયો છે. મળી રહેલી માહિતી અનુસાર, શખ્સ મુંબઈથી જથ્થો લઇ અમદાવાદ પહોંચાડવાનો હતો.