ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ આગામી જૂન મહિનાના પ્રારંભે રાજ્યને નવા પોલીસ વડા મળી જશે. રાજ્યના હાલના ડીજીપી આશિષ ભાટિયા આગામી મે મહિનામાં સેવા નિવૃત થઇ રહ્યા છે, ત્યારે ચૂંટણી વર્ષમાં તેમને એક્સટેન્શન આપવું સરકાર માટે શક્ય લાગતું નથી. જેના પગલે સરકાર દ્વારા ડીજીપીની નિમણુક માટેનું આયોજન શરૂ કરી દેવાયું છે. આગામી તા. તા. ૩૧ મેના રોજ રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા તેમને રાજ્ય ડીજીપી તરીકે એક્સટેન્શન આપે તેવું લાગતું નથી. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ બે દિવસ આગાઉ મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી સહિત કોર ગૃપના સભ્યો સાથે બેઠક યોજીને રાજ્યના ડીજીપીની નિમણુક માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના પ્રવર્તમાન પોલીસ વડા આશિષ ભાટિયાને એકસટેન્શન આપવા અંગે કોર ગૃપના સભ્યોમાં ભારે મતમતાંતરો સર્જાયા હતનવા પોલીસ વડા તરીકેની સ્પર્ધામાં સૌથી મોખરે અમદાવાદ શહેર પોલીસના કમિશનર સંજય શ્રીવાસ્તવ દોડી રહ્યા છે. એટલું જ નહિ, રાજ્ય સરકારની તેઓ પ્રથમ પસંદગીના ક્રમે છે. સંજય શ્રીવાસ્તવ આગામી માર્ચ-૨૦૨૩માં સેવા નિવૃત્ત થશે. જાે કે બીજી તરફ સંજય શ્રીવાસ્તવ કરતા સિનિયર અધિકારી ટી. એસ. બિષ્ટ છે. જેથી સરકારે સંજય શ્રીવાસ્તવને પોલીસ વડા બનાવવા હોય તો સરકારે ટી. એસ. બિષ્ટને સુપર સીડ (સાઈડ લાઈન) કરવા પડે. આ બાબત સરકાર માટે અશક્ય તો નથી પરંતુ થોડું મુશ્કેલભર્યું છે.