ગાંધીનગર, જીએસપીસી દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત વહીવટી તંત્રને અગ્નિ શમન સહિતની જાેખમી કામગીરીમાં તેમજ પહાડ કે છીછરા પાણીમાં જઈને કામગીરી કરી શકે તેવા રોબોટ્‌સ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નર્મદા અને દાહોદ જિલ્લાને એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન સમર્થિત સીએસઆર પ્રોજેક્ટ્‌સની એસેટ્‌સ એવા ત્રણ ફાયર ફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને રાજ્યના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સંબંધિત પાંચ જિલ્લાના વહીવટીતંત્રને સોંપાયા હતા. ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુ દેસાઈએ જીએસપીસી દ્વારા કરાતી આ કામગીરીને બિરદાવીને જણાવ્યું હતું કે, જીએસપીસી ફક્ત એક જ ક્ષેત્રમાં નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ટીમવર્ક અને કો-ઓર્ડિનેશન સાથે પ્રશંસનિય કામગીરી કરી રહ્યું છે. જેના પરિણામે આ ત્રણ ફાયર ફાઇટિંગ રોબોટ તેમજ બે એમ્બ્યુલન્સને સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને સોંપણી કરવું શક્ય બન્યું છે. આ વેળાએ મંત્રીએ આ રોબોટ્‌સ કઈ રીતે કાર્ય કરે છે તેનું લાઈવ પ્રેઝન્ટેશન નિહાળીને ત્રણેય રોબોટ્‌સને અમદાવાદ, સુરત તેમજ વડોદરા ખાતે ફાળવ્યા હતા. જ્યારે નર્મદા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી બે ટાઇપ-ડી એમ્બ્યુલન્સ પૂરી પડાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ય્જીઁઝ્રએ બે પ્રોજેક્ટ્‌સ માટે ય્જીઝ્રઇછ સાથે ભાગીદારી કરી છે. જેના પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા અને દાહોદના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી બે ટાઇપ-ડી એમ્બ્યુલન્સ અપાઈ છે. બીજા પ્રોજેક્ટમાં ત્રણ મિનિમાઇઝ્‌ડ અને કન્વિનિયન્ટ ક્રાઇસિસ રિસ્પોન્ડર રોબોટ્‌સ એટલે કે ન્યૂનતમ અને કટોકટીના સમય માટે અનુકૂળ પ્રતિક્રિયા આપતા રોબોટ્‌સ અપાયા છે.