અમદાવાદ: હોટલમાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા કર્મચારી કાર્ડ ક્લૉનિંગ કરી કરતા હતા છેતરપિંડી
23, ઓક્ટોબર 2020

અમદાવાદ-

સાયબર ક્રાઈમે ક્લોન ATM અને ક્રેડિટ કાર્ડ બનાવી લાખોની ઠગાઈ કરનારા 3 આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીઓ ખ્યાતનામ હોટલમાં કામ કરતા હતા અને તેમની પાસેથી POS મશીન પણ જપ્ત કર્યું છે.CCTV આધારે રેકેટનો પર્દાફાશ થયોસાયબર ક્રાઈમે 3 આરોપીની ધરપકડ કરી છે. જેમાં દિગ્વિજય સિંહ નામનો આરોપી હોટલમાં મેનેજર છે. એલિસબ્રિજમાં આવેલી હોટલ ફોર પોઇન્ટ સેરાટોનના મેનેજર વિરુદ્ધ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેથી CCTV તપાસતા દિગ્વિજય સિંહ નકલી POS મશીન રાખીને ગ્રાહકના કાર્ડને સ્વાઈપ કરતો જોવા મળ્યો હતો. જે બાદ તેની ધરપકડ થતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. આરોપી દિગ્વિજયે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે રહેતા યુવરાજ પાસેથી તે ક્લોન મશીન લાવ્યો હતો અને ક્લોન મશીનમાં સ્વાઈપ કર્યા બાદ યુવરાજને આપી દેતો હતો. જેથી યુવરાજની પણ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ક્લોન મશીનમાંથી ડેટા મેળવી ક્લોન કાર્ડ બનાવી તે સુરતના અતુલ ઘેલાણીને આપતો હતો. ત્યારબાદ અતુલ વિવિધ ATM મશીનમાંથી પૈસા ઉપાડી યુવરાજને પહોંચાડતો હતો. જેથી પોલીસે તેની પણ અટકાયત કરી છે.આરોપીએ અનેક લોકોને બનાવ્યા શિકારઆરોપીઓએ આ રીતે અનેક લોકોને શિકાર બનાવ્યા છે. આ આરોપીઓ અમદાવાદ, બેલગાવ, આગ્રા અને ગોવામાં પણ છેતરપિંડી કરી ચૂક્યા છે. જેથી હજૂ કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અને અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution