ગાંધીનગર-

રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અભ્યારણ જોવા આવતા પ્રવાસીઓ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો પડશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઇડ લાઇનનો પણ ચુસ્ત પાલન કરવાની શરતે આ તમામ અભ્યારણ ખોલવામાં આવશે. રાજ્યમાં આવેલા બે સફારી પાર્ક પહેલી તારીખથી શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સફારી પાર્કના અનુભવોને ધ્યાનમાં લઈને 15મી ઓક્ટોબરથી અભ્યારણ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.