રાજપીપળા,  રાજપીપળા પાલિકામાં ૨૭/૦૪/૨૦૨૧ મળેલી સામાન્ય સભામાં પાલિકાના વહિવટી ર્નિણયની તમામ સત્તા સર્વાનુમત્તે વાદ વિવાદ વગર પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલને સોંપાઈ છે.રાજપીપળા પાલિકાના ચૂંટાયેલા ૨૧ સભ્યોની હાજરીમાં વિવિધ સમિતિઓની રચના પણ કરાઈ હતી અને પ્રમુખને તમામ સત્તાઓ સોંપવાનો ર્નિણય પણ કરાયો હતો.નર્મદા જિલ્લામાં કોરોના કેહેર વધી રહ્યો છે.વારંવાર મિટિંગ બોલાવવી પડે એટલે કોરોના સંક્રમણનો પણ ખતરો વધે છે એ માટે કોરોના સંક્રમણ અટકે અને વિકાસના કામમાં સમય ન બગડે એ માટે રાજપીપળા પાલિકામાં મળેલી સામાન્ય સભામાં પાલિકા વહિવટીને લગતા તમામ ર્નિણયો લેવાની તમામ સત્તા સભ્યોએ પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલને સોંપી છે.રાજપીપળા પાલિકા વોર્ડ ૫ સભ્ય પ્રજ્ઞેશ રામી, વોર્ડ ૪ સભ્ય ગિરિરાજ સિંહ ખેર અને વોર્ડ ૭ સભ્ય અમિષાબેન વસાવાએ જણાવ્યું હતું કે પાલિકાના પ્રમુખે અમને એવી ખાતરી આપી છે કે ચૂંટાયેલા સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કોઈ ર્નિણય નહિ કરાય.દરેક વોર્ડના સભ્યને એમના વિસ્તારના પ્રશ્નો અને કામો બાબતે પૂછવામાં આવશે અને પછી જ જે તે ર્નિણય લેવાશે.રાજપીપળા પાલિકાની સામાન્ય સાધારણ સભામાં એક મહત્વનો ર્નિણય પાલીકા કર્મીઓ માટે પણ લેવાયો હતો.રાજપીપળા પાલિકા કર્મીઓ કોરોના પોઝોટિવ થાય તો એ કર્મીએ પોઝિટિવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.ત્યારબાદ સારવાર અર્થે જેટલો સમય ગેરહાજર રહે અથવા મહત્તમ ૧૪ દિવસ બે માંથી જે ઓછું હશે એ મુજબ પાલિકા પગાર દ્વારા પગાર ચૂકવાશે.