અલ્હાબાદ-

અયોધ્યામાં 5 ઓગસ્ટના થવા જઇ રહેલા રામ મંદિર ભૂમિ પૂજનનો માર્ગ સ્પષ્ટ થઇ ગયો છે. રામ મંદિરના ભૂમિ પૂજનની સામે દાખલ અરજી અલાહબાદ હાઇ કોર્ટએ ફગાવી દીધી છે. અરજી સાકેત ગોખલેએ દાખલ કરી હતી.

અલાહબાદ હાઇ કોર્ટમાં અયોધ્યામાં ભૂમિ પૂજનની સામે અરજીમાં ગોખલેએ ભૂમિ પૂજનને અનલોક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. પીઆઇએલમાં કહેવામાં આવ્યું છે કે, ભૂમિ પૂજન કોવિડ-19ના અનલોક-2ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન છે. ભૂમિ પૂજનમાં ત્રણસો લોકો ભેગા થશે જે કોવિડના નિયમોની વિરૂદ્ધ હશે.

લેટર પિટીશનના દ્વારા ભૂમિ પૂજનના કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમ થવાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી જશે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, યૂપી સરકાર કેન્દ્રની ગાઇડલાઇનમાં છૂટ આપી શકે નહીં.