02, ઓગ્સ્ટ 2021
પાટણ-
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનો એક ઓડિયો વાયરલ થયો છે. કથિત વાયરલ ઓડિયોમાં પાટણમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની અરજદારની રજૂઆતના પગલે કબૂલાત કરી છે. આ મામલે પોલીસ પર પણ ગંભીર આરોપો લાગ્યા છે. રાજકારણ એટલી હદે ગરમાયું કે ખુદ ગૃહરાજ્ય મંત્રીને પણ નિવેદન આપવાનો વારો આવ્યો છે. સામે પક્ષે કૉંગ્રેસે આ મુદ્દે રાજકીય ચૂટલો ખણ્યો છે અને ટોણાઓ માર્યા છે.
ઘટના એવી છે કે ભરતસિંહ ડાભીની એક કથિત ઑડિયો ક્લિપના મુદ્દે મામલો ગરમાયો છે. તેમને એક અરજદાર કહેવા લાગ્યો હતો કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે સાહેબ આપણે શું કરી શકીએ, ડાભી કથિત રીતે કહે છે 'આખા ગુજરાતમાં દારૂ વેચાય છે પછી બોલો... બે વર્ષ પછી સોંટોય નહીં મળે દવા માટે જોતો હશે તો પણ નહીં મળે...'
વાયરલ ક્લિપના અંશો
ચ્યો હું ચાલે સ અમને બધી ખબર સે. લેવા વાળા જ ફૂટી જાય તો કૂણ લે. ઘણું બધુ સ આવો ને ત્યારે વાત થશે. આમ આ ઓડિયો ક્લિપના મુદ્દે એટલું ધમસાણ મચ્યું કે ખુદ ગૃહ રાજ્ય મંત્રી જાડેજાએ નિવેજન આપવાની ફરજ પડી હતી.
પાટણના આ મુદ્દે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે 'જે વ્યક્તિએ આ ઓડિયો વાયરલ કર્યો છે તે ખુદ દારૂના વ્યવસાય સાથે જોડાયેલો છે. પોલીસ પર આડકતરું દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઓડિયો ક્લિપના માધ્યમથી મોતીભા નામના આ શખ્સ પર દારૂના ગુનામાં 6 જેટલા ગુના નોંધાયા છે. દરમિયાન આ કથિત ઓડિયોના મામલે પાટણ પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. ભરતસિંહ ડાભી સાથે વાત કરનાર કથિત વ્યક્તિની કથિત ઓડિયો ક્લિપમાં કથિત ઓળખ મોતીભા દરબાર તરીકે થઈ છે.