અમદાવાદ-

અમદાવાદમાં એક ચકચારી ડબલ મર્ડર કેસ થતાં ચકચાર મચી ગઈ છે અને એકલા રહેતા વૃદ્ધોની સલામતી પર ફરીથી સવાલો ઉઠ્યા છે. લૂંટના ઈરાદે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ દંપત્તિનો દીકરો દૂબઈમાં રહે છે. 

શહેરમાં લૂંટના ઈરાદે થલતેજમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી છે. અમદાવાદના હેબતપુરા ચાર રસ્તા પાસે આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં પટેલ પરિવારના બે સભ્યોની ચોરીના ઈરાદે ઘરમાં ઘુસી આવેલા શખ્સોએ હત્યા કરી નાંખી છે.  અશોક કરસનદાસ પટેલ  અને તેમના પત્ની જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. સવારે 8 વાગ્યે આ દંપતીએ સિક્યોરિટીવાળા ભાઈને ચા પીવડાવી હતી. ત્યારબાદ સિક્યુરિટીવાળા ભાઈએ ચાર લોકોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા. આમ આ ઘટના સવારે 8 વાગ્યા બાદ બની હોય તેવું લાગે છે. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે. ઘરઘાટી કે જાણભેદુ શખ્સોએ દંપતીની હત્યા કર્યાની પોલીસને શંકા છે. અશોકભાઈનો દીકરો દૂબઈમાં રહે છે અને છ મહિના પહેલા જ વૃદ્ધ દંપતી દુબઈથી અમદાવાદ આવ્યું હતું. દંપત્તિની દિકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે. લૂંટારુઓ અશોકભાઈની વૈભવી કાર લૂંટીને જવાનો પણ પ્રયાસ કરતા હતા, પણ તે સફળ થયા ન હતા. દંપતીની ગાડીથી જ ઘરનો દરવાજો તોડ્યો હતો એમ જણાયું છે. અશોકભાઈ અને જ્યોત્સનાબેનની કરપીણ રીતે ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈની લાશ બેડરૂમમાં પડી હતી. જ્યારે કે, જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પાસેથી મળી આવ્યો હતો. ઘરમાં ચારેતરફ સામાન વિખરાયેલો જોવા મળ્યો હતો.