માંડવી, તા.૭ 

માંડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સરકાર અને યુનિવર્સિટી દ્વારા અપાયેલ ગાઈડ લાઈન મુજબ ઓનલાઇન કોનફોરેન્સ ના માધ્યમથી ગુરુપૂર્ણિમા નમિત્તે ગુરુવંદના કાર્યક્રમ ની ઉજવણી કરાય. જેમાં આચાર્ય, પ્રોફેસરો સહિત કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.

કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે કોલેજો બંધ હોવાથી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે યુનિવર્સિટી દ્વારા દરેક સરકારી અને ખાનગી કોલેજોને વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવા જણાવ્યું હતું. જેના સંદર્ભે માંડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય જયદીપ આઇ. શાહ દ્વારા “વર્ક ફ્રોમ હોમ“ ઓનલાઇનના માધ્યમથી વિદ્યાર્થીઓ સાથે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં કોલેજ સ્ટાફ સહિત ઘણા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ કામગીરીમાં જેનીશ પાનવાલા દ્વારા માર્ગદર્શન અપાયું હતું. તેમજ ધીરેન્દ્રસિંહ અણીતિયા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડી પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને તાલીમ પુરી પાડવામાં આવી હતી. તેઓની કામગીરીને કોલેજ સ્ટાફ દ્વારા બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે કોલેજા બંધ રહેતાં વિદ્યાર્થીઓ શિક્ષકોને મળીને આશીર્વાદ નથી લઇ શક્યા. તેઓએ ઓનલાઇન શુભેચ્છા પાઠવી હતી.