દિલ્હી-

સપ્ટેમ્બર મહિનામાં કેટલાક ફેરફાર આવી રહ્યા છે તો એન્ડ્રોઈડ યુઝર્સ માટે સપ્ટેમ્બર મહિનો ખરાબ રહેશે. આ મહિનાના અંતમાં અમુક એન્ડ્રોઈડ સ્માર્ટફોન બેકાર થઈ જશે. ઘણી એપ્લિકેશન આ ફોનમાં સપોર્ટ કરવાનું બંધ કરી દેશે એટલે એ ફોન કોઈ જ ઉપયોગી નહીં રહે. આ બાદ એન્ડ્રોઈડ યુઝર્સ પાસે ફોન અપડેટ કરવાનો અને નવો ફોન ખરીદવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. વાંચો તમારો એન્ડ્રોઈડ ફોન તો બિન ઉપયોગી નહીં થાય ને?

રિપોર્ટ અનુસાર ગૂગલ હવે Android 2.3.7 અથવા તેનાથી નીચેના વર્ઝન પર ચાલતા એન્ડ્રોઈડ ફોન પર સાઈન-ઈનને સપોર્ટ કરશે નહીં. ગૂગલ દ્વારા યુઝર્સને મોકલવામાં આવેલ એક ઈમેઈલ બતાવે છે કે આ ફેરફાર 27 સપ્ટેમ્બર 2021થી લાગુ થશે. ઈમેઈલ યુઝર્સેને સપ્ટેમ્બર પછી ગૂગલ એપ્સનો ઉપયોગ ચાલુ રાખવા માટે એન્ડ્રોઈડ 3.0 હનીકોમ્બ પર અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિસ્ટમ અને એપ લેવલ સાઈન-ઈનને અસર કરશે, પરંતુ યુઝર્સે ફોનના બ્રાઉઝર દ્વારા જીમેઈલ, ગૂગલ સર્ચ, ગૂગલ ડ્રાઈવ, યુટ્યુબ અને અન્ય ગૂગલ સેવાઓમાં સાઈન ઈન કરવાની ક્ષમતા આપી શકે છે.