બોડેલી, તા.૧૪ 

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અને પંચમહાલ જિલ્લાની હદમાં કકરોલીયા ગામ પાસે આવેલી ભક્ત ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ માં મોટાભાગનાં છોટાઉદેપુર જિલ્લાના પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કોરોના વાઇરસને લઈ લોકડાઉનની પરિસ્થિતિને કારણે સ્કૂલો દ્વારા હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે ત્યારે આ સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થીઓને ઓનલાઇનના માધ્યમ થી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ દરમિયાન શાળા સંચાલકોએ વાલીઓ પાસે ફી ની માંગણી કરતાં કેટલાક વાલીઓએ ફી ભરી દીધી છે તો કેટલાક એ વાલીઓએ ફી ભરી નથી. આવા સમયે શાળાનાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવામા નહિ આવે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની ચીમકી અપાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

સ્કૂલ દ્વારા વાલીઓ પર ફી ભરવાના ફોન આવ્યા હતા અને ફી નહીં ભરવામાં આવેતો વિદ્યાર્થીઓ આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાની ધમકી શાળાના સંચાલકો દ્વારા અપાતા વાલીઓ ભક્ત ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. એક તરફ સરકાર દ્વારા ફી મામલે વાલીઓ પર કોઈ દબાણ નહીં કરવાનું જણાવેલ તો બીજી તરફ સ્કૂલ દ્વારા વાલીઓ પાસે ફી ભરવાની માંગ કરતા વાલીઓ માં ભારે રોષ ભભૂકી ઉઠ્‌યો છે. પ્રિન્સિપાલ સાતાનુકુમાર શાહુએ કહ્યું હતું કે વાલીઓને ૧૫ જૂન સર્ક્યુલર આપ્યું હતું પ્રથમ કોર્ટના ફી ભરવા માટે અને મેનેજમેન્ટ એ સ્પેશ્યલ ૨૦ ટકા નું ડિસ્કાઉન્ટ આપ્યું અને ૪૦૦ થી ૫૦૦ વાલીઓએ ફી ભરીને નો લાભ પણ લીધો છે અને મૅનેજમેન્ટે એ જ સર્ક્યુલરમાં લખ્યું હતું. કોઈ વાલી ફી નહી આપે એની સમસ્યા હશે મહિનાઓ પછી જ્યારે ભરે એનું એપ્લિકેશન લખીને આપે.