ન્યૂ દિલ્હી

ન્યૂઝીલેન્ડ સામે યોજાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઇજાના કારણે બહાર રહેલા રવીન્દ્ર જાડેજા, હનુમા વિહારી, મોહમ્મદ શમી અને ઉમેશ યાદવની ટીમમાં વાપસી થઇ છે. પસંદગીકારોએ ભુવનેશ્વર કુમારને ટીમમાં તક આપી નથી. કેએલ રાહુલ અને ઋદ્ધિમાન સાહાનું નામ ટીમમાં છે. જોકે તે ફિટ થયા પછી જ તેમને ઇંગ્લેન્ડ લઇ જવાશે. આ સિવાય ટીમ ઇન્ડિયા ચાર સ્ટેન્ડ બાય ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડ જશે. જેમાં અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનું નામ પણ સામેલ છે.

ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ પહેલા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મુકાબલો ૧૮ જૂનથી સાઉથટમ્પનમાં રમાશે. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ ૪ ઓગસ્ટે નોટિંગઘમમાં રમાશે. બીજી ટેસ્ટ ૧૨ ઓગસ્ટે લોર્ડ્‌સમાં ત્રીજી ટેસ્ટ ૨૫ ઓગસ્ટે લીડ્‌‌સમાં, ચોથી ટેસ્ટ ૨ સપ્ટેમ્બરે લંડનના ઓવલ મેદાન પર અને પાંચમી ટેસ્ટ ૧૦ સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે.

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ -

વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ.

ફિટ થશે તો સ્થાન મળશે - કેએલ રાહુલ, ઋદ્ધિમાન સાહા.

સ્ટેન્ડબાય ખેલાડી - અભિમન્યુ ઇશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, અરઝાન નાગવાસવાલા