ચીનને વધુ એક આંચકોઃ નોઇડામાં સેમસંગનું યુનિટ સ્થપાશે
12, ડિસેમ્બર 2020

દિલ્હી-

મલ્ટિનેશનલ કંપની સેમસંગ અગાઉ જે પ્લાન્ટ ચીનમાં નાખવાની હતી એ હવે ભારતના ઉત્તર પ્રદેશના નોઇડામાં નાખશે એવી જાણકારી મળી હતી.

ઉત્તર પ્રદેશના પ્રધાન મંડળે સેમસંગના પ્રસ્તાવને બહાલી આપી હતી. આમ ચીનને વધુ એક આર્થિક ફટકો પડ્યો હતો. સેમસંગ નોઇડામાં પ્લાન્ટ નાખે તો ભારત સરકારની સ્કીમ ફોર પ્રમોશન ઑફ મેન્યુફેક્ચરીંગ ઑફ ઇલેટ્રોનિક્સ કોમ્પોનન્ટ્‌સ એન્ડ સેમીકંડક્ટર્સ અન્વયે 460 કરોડ રૂપિયાની સબસિડી મળશે.

આ યોજના હેઠળ રાજ્ય સરકાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરીંગ નીતિ અન્વયે કેપિટલ સબસિડી અને સ્ટેમ્પ ડ્યૂટીમાં રાહત આપશે. સેમસંગ નોઇડામાં 4,825 કરોડ રૂપિયા રોકશે અને આશરે 1500 સ્થાનિક યુવાનોને રોજીરોટી મળશે. અત્યારે વિશ્વમાં ટેલિવિઝન, મોબાઇલ ફોન, ઘડિયાળ અને કમ્પ્યુટર ક્ષેત્રે સેમસંગ 70 ટકા હિસ્સો ધરાવે છે. સેમસંગનું યુનિટ નોઇડામાં સ્થપાય તેથી નોઇડા અને ઉત્તર પ્રદેશને દુનિયાભરમાં એક અલગ ઓળખ મળશે.

ગયા વરસે સેમસંગે 2.7 બિલિયન ડૉલર્સની નિકાસ કરી હતી. આગામી પાંચ વર્ષમાં 50 બિલિયન (અબજ) ડૉલર્સની નિકાસ કરવાની તેની યોજના હતી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution