સુરતમાં થાઈ સ્પા ગર્લના મોત મામલે વધુ એક ચોકાવનારો ખુલાસો
11, સપ્ટેમ્બર 2020

સુરત-

ગત રવિવારના રોજ મગદલ્લા વિસ્તારમાં થાઈલેન્ડની સ્પામાં નોકરી કરી યુવતીની સળગેલી લાશ મળી હતી. આ ઘટનામાં હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જાેકે, તપાસ માટે બનાવવામાં આવેલી ટીમ દ્વારા હાલ મૃતક યુવતીની મિત્ર એડા અને એક સ્પાના મેનેજર ચેતન પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવતીએ મિત્ર એડા સાથે રાત્રીથી લઈને વહેલી સવાર સુધી દારૂ પીધો હતો. 

મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી થાઇલેન્ડની યુવતી વનિડા બુસોર્ન (ઉ.વ.૨૭ મૂળ રહે. થાઇલેન્ડ)ની રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજાે તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જાેઇ ચોંકી ગયો હતો. 

જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘસી ગયો હતો. છેલ્લા પાંટ દિવસથી મોતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે. જાેકે, હજુ સુધી મોતનું ચોક્ક્‌સ કારણ જાણવા મળ્યું નથી. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ છે. જે ટીમ દ્વારા વનિડાની મિત્ર એડા, ચેતન પર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution