મુંબઇ

મુંબઈના પોલીસ કમીશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા કોર્ટ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. આ મામલાની સુનાવણી જ સુપ્રીમ કોર્ટ શાં માટે કરે, હાઈકોર્ટ શાં માટે નહિ? મુકુલ તમે એ જણાવો કે 226 અંતર્ગત આ મામલાની સુનાવણી શાં માટે થઈ શકતી નથી? તમે માત્ર અનુચ્છેદ 32નું ઉદાહરણ આપી રહ્યાં છો.

પાટિલના વકીલે કહ્યું કે આ મામલાની સુનાવણી હાઈકોર્ટમાં થવી જોઈએ. આ મુદ્દે પરમબીર સિંહના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે 32 અંગેના સુપ્રીમ કોર્ટના ઘણા ચુકાદાઓને અમે કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે.

આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં તમે બીજા આરોપ લગાવી રહ્યાં છો અને મંત્રી પણ કઈક અલગ જ આરોપ લગાવી રહ્યાં છે. આ મામલામાં હાઈકોર્ટ સુનાવણી શાં માટે ન કરી શકે, અમે માનીએ છીએ કે આ મામલો ખૂબ જ ગંભીર છે, આ મામલાની સુનાવણી હાઈકોર્ટ કરી શકે છે, તમારી જે પણ માંગ છે, તમે કોર્ટ સમક્ષ રજૂ કરો. આ અંગે મુકુલ રોહતગીએ કહ્યું કે અમે હાઈકોર્ટમાં આજે જ અરજી દાખલ કરીશું. તમે હાઈકોર્ટને કહો કે આ મામલાની સુનાવણી કાલે કરવામાં આવે.