ગોધરા, તા.૩૦ 

કાલોલ તાલુકાના એરાલ ગામના સ્થાનિક યુવકોએ મંગળવારે પંચાયતના સરપંચ તલાટીને આવેદન આપી રજુઆત કરી હતી કે હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને પગલે ગામમાં બહાર ગામથી આવતા શાકભાજી, ફળફળાદિ અને કટલરીની ચીઝવસ્તુઓ લઈને આવતા અજાણ્યા ફેરીયાઓ પણ કોરોના સ્પ્રેડર હોઈ શકે છે. જેથી ગામની સુરક્ષાને પ્રાધાન્ય આપી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે પંચાયત તંત્ર દ્વારા બહારથી કોઈપણ અનિચ્છનીય ફેરિયાઓ કે ઈસમો સામે પ્રવેશ-નિષેધ કરવામાં આવે તેવી લોકમાંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં કોરોના સંક્રમણનો સૌથી પહેલો કેસ એરાલ ગામમાં જ નોંધાયો હતો જે હાલ તો કોરોના સારવારને અંતે કોરોનાથી મુક્ત છે, તેમ છતાં ગામમાં બીજો કેસ પ્રકાશમાં ના આવે તેવી તકેદારીના ભાગરુપે અસરકારક પગલાં લેવાની માગણી કરી હતી.