ગાંધીનગર-

ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુક થયા બાદ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારો થયા છે. જેમાં થોડાક સમય પહેલા જ પ્રદેશ મહામંત્રીઓ, ઉપપ્રમુખ સહીત કુલ ૨૨ પદાધિકારીઓની નિમણુક કરવામાં આવી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા જુના ચેહરાઓની જગ્યાએ નવા લોકોને સ્થાન આપ્યું છે.


આજે ફરી પ્રદેશ પ્રમુખ દ્વારા નવા૯ ચેહરાઓને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં વર્ષોથી એક જ જગ્યાએ પોતાના હોદ્દા પર રહેલા લોકોની જગ્યાએ હવે નવા ચેહરાઓને સ્થાન આપ્યું છે. ત્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા નો રીપીટની થીયેરી અજમાવી છે. ત્યારે તાજેતરમાં મહત્વના ગણાતાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ પર નવા ચેહારાઓને સ્થાન આપ્યું છે. ત્યારે બીજી તરફ અમુક જુના ચેહારાઓની જગ્યાએ નવા ચેહારાઓને સ્થાન આપતા જુના હોદ્દેદારો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે કમલમમાં આંટા ફેરા મારવાનું શરુ કર્યું છે. ત્યારે પ્રદેશ સંગઠનમાં બાકી રહેલ બીજી ૯ જગ્યાઓ પર વધુ નવા ચેહરાઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં ડૉ.ભરત બોધરા અને મહેન્દ્ર પટેલ ઉપપ્રમુખ તરીકે નિમણુક આપવામાં આવી છે. જયારે પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે યમલ વ્યાસ અને પ્રદેશ મિડિયા પ્રભારી તરીકે ડૉ.યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી છે. તેમજ પ્રદેશમંત્રી તરીકે ખાલી રહેલી જગ્યા પર જયશ્રીબેન દેસાઇની નિમણુક થઈ છે. તેમજ પ્રદેશ સહ મિડીયા પ્રભારી તરીકે કિશોર મકવાણા, પ્રદેશ કન્વીનર IT તરીકે નિખીલ પટેલ, સો.મીડિયા તરીકે સિદ્ધાર્થ પટેલ , સહ કન્વીનર સો.મીડિયા તરીકે મનન દાણીના નામની જાહેરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે.