વડોદરા, તા.૪

નકલી રેમડેસિવીરના ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા કૌભાંડના બે આરોપીઓના વધુ એક દિવસના રીમાન્ડ મેળવાયા છે. બીજી તરફ અમદાવાદ ખાતેની બે હોટલો ઉપર કે જ્યા નકલી ઇન્જેક્શનોનો વેપલો કરનારા ભેગા થતાં હતાં. એ સ્થળે ક્રાઇમબ્રાંચની ટીમ તપાસ માટે ગઇ હતી. દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ટ્રાન્સફર વોરંટથી સુત્રધાર વિવેકની માંગ કરી છે.

ક્રાઇમ બ્રાંચે ઝડપેલા નીતેશ, દિશાંત અને વિવેકની કરેલી પુછપરછ દરમિયાન અમદાવાદ ખાતે એસ.વી.રોડ ઉપર આવેલી હિલટન અને ક્રાઉન પ્લાઝા હોટલમાં મિટીંગો યોજાતી હતી અને આ મિટીંગમાં જ નક્કી થયું હતું કે નકલી ઇન્જેક્શન આપણે તો ૪ હજારમાં જ વેંચવાના પછી આગળના એજન્ટો જેટલી કિંમત લેવી હોય એટલી લઇ શકે છે.

ચોંકાવનારી કબુલાતને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમ આજે અમદાવાદ ખાતે બન્ને હોટલો ઉપર જઇ સીસીટીવીના ફુટેજાે તેમજ રજીસ્ટર ચકાસ્યા બાદ કબજે લીધા હતાં. દરમિયાન આજે નકલી રેમડેસિવીરના કૌભાંડમાં ઝડપાયેલા વિવેક અને જતીનના રીમાન્ડ પુરા થતા અદાલત સમક્ષ રજૂ કરી વધુ રીમાન્ડની માગ પોલીસે કરતા કોર્ટ દ્વારા આરોપીઓના વધુ એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતાં.