02, સપ્ટેમ્બર 2023
297 |
ગત વર્ષે પાણીગેટ આયુર્વેદિક ગણેશ યુવક મંડળની શ્રીજીની આગમન યાત્રાના સમયે થયેલા કોમી છમકલા બાદ પોલીસે આ વર્ષે મંજૂરી આપવમાં આવી ન હતી. મંજૂરી ન મળતા આયુર્વેદિક ત્રણ રસ્તા યુવક મંડળ તેમજ શહેરના ગણેશ મંડળોના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નરને શ્રીજીની આગમન સવારીને મંજૂરીની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે મંડળની લાગણીને ધ્યાનમાં રાખીને આગમન સવારીને મંજૂરી આપવામાં આવતા આયુર્વેદિક ત્રણ રસ્તા યુવક મંડળ દ્વારા રાત્રીના સમયે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે ધામધૂમ પૂર્વક શ્રીજીની આગમન સવારી નીકળી હતી.