અયોધ્યા-

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 ઓગસ્ટના પ્રવાસ પહેલા ભૂમિ પૂજન કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરશે અને સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરશે. રામના ધામ અયોધ્યામાં ભૂમિ પૂજનને ભવ્ય બનાવવા માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. આશરે 500 વર્ષ બાદ રામભક્તોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. ત્યારે આ ઐતિહાસિક ઘડી માટે તૈયારીઓ માટે યોગી આદિત્યનાથ સમીક્ષા બેઠક કરશે.

કોરોના કાળમાં ભૂમિ જૂપન માટે બે ગજની દૂરીનું પાલન કરતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મઠ મંદિરોમાં અનુષ્ઠાન થશે તો ઘરે-ઘરે દીવા પ્રગટાવીને ખુશીઓ મનાવવામાં આવશે. બીજી તરફ સરયૂ આરતીમાં પણ ઉત્સાહ જોવા મળશે. કોઈ સામુહિક આયોજન થશે નહીં. ભૂમિ પૂજનના દિવસે અયોધ્યામાં દીવાળીની ઝલક જોવા મળી શકે છે. જોકે અયોધ્યા ખાતે પહોચેલા યોગી આદિત્યનાથે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા.