કોરોનાના કેસ વધતાં કલેક્ટર પાદરા દોડી આવ્યા :કોવિડ સેન્ટરની મુલાકાત લીધી
28, જુન 2020

પાદરા.તા.૨૭ 

પાદરામાં કોરોના નો પ્રકોપ વધુ ને વધુ વકરી રહ્યો છે. શનિવારે નવા ૭ કેસો કોરોના પોઝીટીવ નોંધવા પામ્યા છે, જ્યારે ૨ વ્યક્તિના કોરોના ના કારને મોત નીપજવા પામ્યા છે જ્યારે ૧ વૃદ્ધનું શંકાસ્પદ કોરોનાથી મોત નીપજવા પામ્યું છે. આજે નવા સાત કેસો સાથે કોરોના નો આંકડો ૯૨ એ પહોચ્યો છે જે સેન્ચ્યુરી નજીક છે. તે જોતા જિલ્લા કલેકટર શાલીન અગ્રવાલ તથા જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્ર પાદરા દોડી આવ્યા હતા.

 જીલ્લા કલેકટરે વિવિધ તંત્રો ના ઉચ્ચ અધિકારીઓ સાથે બંધ બારણે બેઠક યોજી વધતા જતા કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે ચર્ચા પરામર્શ કર્યો હતો. જ્યારે જીલ્લા કલેકટરે પાદરા ના વિવધ કન્ટેન્ટમેન્ટઝોન તેમજ બફરઝોન વિસ્તાર સહીત સુપર સ્પ્રેડર એ.પી.સેન્ટર ગણાતા સરદાર પટેલ શાક માર્કેટ ની વિઝીટ પણ લીધી હતી. પાદરા ના કેટલાક લોકો ખાનગી હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઇ રહ્યા છે. જિલ્લા કલેકટર શાલીની અગ્રવાલની સાથે જિલ્લા પોલીસવડા સુધીરકુમાર દેસાઈ તથા આરોગ્ય વિભાગના અધિકારી ઉદયકુમાર તીલાવટ સાથે હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution