અમદાવાદ-

સોશિયલ મિડીયા પર રાત્રીના સમયે કોરોનાની લાઈડ લાઈન અને પોલીસ કમિશ્નરના જાહેરાનામાના ધજાગરો ઉડાડતો એક વિડીયો સામે આવતા આ વિડીયો અંગે એક અહેવાલ જનસત્તા લોકસત્તાએ પ્રસિધ્ધ કર્યો હતો. બીજી બાજુ ડીસીપી ઝોન 5 ની સુચનાના આધારે નિકોલ પોલીસે વિડીયોની તપાસ કરીને રાત્રીના સમયે કોરોનાની લાઈડ લાઈનના ધજાગરા ઉડાવી લાઉડ સ્પીકર પર ગરબાનું આયોજન કરનાર બે શખ્સોની અટકાયત કરી તેમના વિરુદ્ધમાં જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જનસત્તા લોકસત્તાએ પ્રસિધ્ધ કરેલ અહેવાલના પડઘા પડ્યા છે. એક દિવસ પહેલા એક વિડીયો સોશિયલ મિડીયા પર વહેતો થયો હતો. જેમાં કેટલાક લોકોનું ટોળુ રાત્રીના સમયે કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવીને લાઉડ સ્પીકરમાં ગીતો મુકીને ગરબા રમી રહ્યા હતા. જો કે આ વિડીયો જનસત્તા લોકસત્તા પાસે આવતા આ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાં આ વિડીયો નિકોલના વેદાંત સ્કુલ પાસે આવેલ સવેરા ગ્રાન્ડ ખાતેનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ જનસત્તાએ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. બીજી બાજુ ડિસીપી ઝોન 5 અચલ ત્યાંગી અને નિકોલ પોલીસ સ્ટેશનના સ્ટાફને પણ આ વિડીયો મોકલી આપ્યો હતો. બાદમાં વિડીયોના આધારે ડિસીપી ઝોન 5 અચલ ત્યાંગીની સૂચના અનુસાર નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં આ વિડીયો નિકોલના વેંદાત સ્કુલ પાસે આવેલ સવેરા ગ્રાન્ડ ખાતેનો જ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ સોસાયટીમાં રહેતા પ્રકાશ પટેલ અને નરેશકુમાર પટેલની દિકરીઓના જાગરણ નિમીતે સ્પીકર ઉપર ગરબાના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. જો કે આ આયોજનમાં કોરોનાની ગાઈડલાઈન અને કમિશ્નરના જાહેરાનાના ધજાગરા ઉડ્યા હતા. જેથી નિકોલ પોલીસે પ્રકાશભાઈ પટેલના વિરુદ્ધમાં જાહેરનામાનો ભંગની કલમ 188 નો ગુનો દાખલ કરીને બંન્ને ની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.