દિલ્હી-

યુપીના પ્રયાગરાજ જિલ્લામાં ચાર જગ્યાએ રવિવારે વીજળી પડવાના કારણે કુલ 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જેમાં સોરાવમાં મહત્તમ 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમપી સિંહે જણાવ્યું હતું કે, બુધવારે ભારે વરસાદ સાથે વીજળી પડતા અનેક વિસ્તારોમાં વીજકાપ થયો હોત. જેના કારણે સોરાવમાં 6, કોરાવમાં 3, બારામાં 3 અને કરથનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કાનપુર ડિવિઝનમાં 18, કૌશંભીમાં 4, પ્રતાપગમાં 1, આગ્રામાં 3 અને વારાણસી અને રાયબરેલી જિલ્લામાં 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે 30 થી વધુ લોકો બળી ગયા હતા.

રાજસ્થાનમાં, જુદા જુદા વિસ્તારોમાં વીજળી પડવાના કારણે ચાર જુદા-જુદા સ્થળોએ અકસ્માતો થયા હતા, જેમાં 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જયપુરના આમેરમાં વીજળી પડવાથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થવાની આશંકા છે. કોટાના ગરડા ગામે બકરી ચરાવવા જંગલમાં ગયેલા બાળકો પર વીજળી પડતાં 4 બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે ધોલપુરમાં પણ 3 બાળકો બળીના મોત નિપજ્યા હતા. ચકસુના બાગેરિયામાં પણ વીજળી પડવાના કારણે 1 બાળકનું મોત નીપજ્યું હતું. ઝાલાવાડમાં 1 વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે.આમ કુલ 25 લોકોના મૃત્યું થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આકાશી વીજળીને કારણે પ્રયાગરાજમાં થયેલા જાનહાની અંગેની નોંધ લીધી હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કર્યો હતો. મુખ્ય પ્રધાને દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. તો આ સાથે જ જિલ્લા વહીવટી તંત્રને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને ઈજાગ્રસ્તોને અપેક્ષિત સહાય અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી હતી. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના જુદા-જુદા વિસ્તારોમાં વીજળી પડવાથી 60 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યાં ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 41 લોકોનાં મોત નીપજ્યાં છે. તો રાજેસ્થાનમાં 8 બાળકો સહિત 25 લોકોનાં મોત થયાં, જ્યારે મધ્યપ્રદેશમાં પણ બે લોકોનાં મોત થયાં.