આસામ: વિનાશક પૂરથી કુલ 110ના મોત, ભૂસ્ખલનથી 26ના મોત
04, ઓગ્સ્ટ 2020

ગુવાહાટી-

આસામમાં પૂરના કેરથી 17 જિલ્લા પ્રભાવિત થયાં છે. જેના કારણે 3.89 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે, માનીકપુરમાં વધુ એક વ્યક્તિનું પૂરથી મોત થયું છે. જેથી મૃત્યુઆંક 110 થયો છે. ભૂસ્ખલનથી 26 લોકોના મોત થયા છે.

રાજ્યના 494 ગામના 32,028.83 હેક્ટર જેટલા વિસ્તારના પાકને નુકસાન થયું છે. આ પૂરથી સૌથી પ્રભાવિત અસર ગોવાલપાર પર થઈ છે. જ્યાં અંદાજે 1.73 લાખ લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ બોનગાઈગામમાં 49,800 અને મોરીગામમાં 48 હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્ર નદી ભયજનક સપાટી ઉપરથી વહી રહી છે. તેમજ તેની સહાયક નદી ઉફાન પર છે.

આસામ રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી પૂરની સ્થિતિ યથાવત છે. બ્રહ્મપુત્રા નદી ભયના સ્તરે વહી રહી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જાણકારી આપી છે કે, રાજ્યના 17 જિલ્લા પૂરથી પ્રભાવિત થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution