ઉત્તર પ્રદેશ-

એટીએસએ સોમવારે ઉત્તર પ્રદેશમાં ધર્મપરિવર્તનનું રેકેટ ચલાવનાર ગેંગના અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, તે મુક-બધિર બાળકોને ધર્મપરિવર્તનનો શિકાર બનાવતા હતા. એટીએસએ મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાન, ઇરફાન શેખ અને રાહુલ ભોલાની ધરપકડ કરી હતી.

હવે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આરોપી રાહુલ ભોલાએ અત્યાર સુધીમાં 7 મુક-બધિર વિદ્યાર્થીઓને ધર્મમાં પરિવર્તિત કર્યા છે. આરોપી મન્નુ યાદવ ઉર્ફે અબ્દુલ મન્નાને છ મુક-બધિર બાળકોને ધર્મપરિવત કર્યા હતા. તે જ સમયે, કાનપુરના રહેવાસી આદિત્ય ગુપ્તાનો ધર્મપરિવર્તન રાહુલ ગુપ્તાએ કરાવ્યું હતું.

આ કેસમાં ઉમર ગૌતમ જહાંગીર આલમની સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. ઉમર ગૌતમે પૂછપરછમાં જણાવ્યું હતું કે, મુક-બધિર વિદ્યાર્થીઓ હિન્દુથી મુસ્લિમમાં બદલાતાની સાથે જ તેમની ટીમ બનાવી દેવામાં આવી હતી. ત્યાર પછી આ ટીમ બીજાને મુસ્લિમ બનાવવામાં કામ કરવા લાગતી હતી. આરોપીઓને આ કામ માટે પૈસા આપવામાં આવતા હતા. હવે UP ATSની ટીમે તેમના ખાતા સિલ કરી તમામ લેવડ-દેવડની તપાસ શરૂ કરી દીધી છે. જે પણ ઇસ્લામ સ્વીકારતા હતા, તેમને જાકીર નાયકનો વીડિયો તેના વોટ્સએપ પર મોકલવામાં આવતો હતો.

વિદેશથી થતું હતું ફડિંગ

સોમવારે ધરપકડ બાદ એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ધરપકડ દિલ્હી અને હરિયાણાથી કરવામાં આવી છે. આ લોકો પરિવર્તન માટે પૈસાની લાલચ આપતા હતા, જેના માટે તેમને વિદેશથી ભંડોળ મળતું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે 2010 થી 2021 દરમિયાન ઇસ્લામિક દાવા સેન્ટરના ખાતામાં ધર્મપરિવર્તન માટે એક કરોડ 70 લાખ રૂપિયા આવ્યા હતા.

આઠ મહિનાનો ડેટા સ્કેન કરવામાં આવશે

આ ધર્મપરિવર્તન કેસમાં ધરપકડ બાદ તપાસ માટે આઠ મહિનાનો ડેટા સ્કેન કરવામાં આવશે. આરોપીઓની કોલની વિગતો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિ અને અન્ય માહિતીની તપાસ કરવામાં આવશે.