બાબરી ધ્વંસ કેસઃ SCએ ટ્રાયલ કોર્ટને ર્નિણય સંભળાવવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો
22, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે લખનઉ સીબીઆઇ ટ્રાયલ કોર્ટને ર્નિણય સંભાળવા માટે ૩૦ દિવસનો સમય ફાળવતા ૩૦ સપ્ટેમ્બરની તારીખ આપી છે. આ કેસમાં બીજેપીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જાેશી, ઉમા ભારતી અને અન્ય કેટલાક નેતાઓ આરોપી બનાવવામાં આવ્યા હતા.

જસ્ટિસ રોહિંટન ફલી નરીમનના નેતૃત્વમાં બેન્ચે ૧૯ ઓગષ્ટે ૩૦ સપ્ટેમ્બર સુધી ર્નિણય સંભળાવવાની સમય મર્યાદા આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨માં કારસેવકોએ બાબરી મસ્જિદ ધ્વંસ કરી હતી. તેમનો દાવો હતો કે મસ્જિદની સ્થાને રામનું પ્રાચીન મંદિર હતું. રામ મંદિર આંદોલનનુ નેતૃત્વ કરનારા લોકોમાં આડવાણી અને જાેશી પણ સામેલ હતા.  

આ કેસમાં બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ ૨૪ જૂલાઇએ વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતોનું સ્ટેટમેન્ટ આપ્યું હતું. તેમણે બાબરી ધ્વંસના આરોપને નકારતા એ સમયની સરકાર પર પોતાના વિરુદ્ધ કાવતરુ કરવાના આરોપ લગાવ્યા હતા. તેમણે તમામ આરોપને રાજનીતિથી પ્રેરિત આરોપ ગણાવ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution