બચ્ચન પરિવાર કોરોના અપડેટ,હવે એશ્ર્વર્યા અને આરાધ્યા બચ્ચન કોરોના પોઝિટિવ!
12, જુલાઈ 2020

અગાઉ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, રેપિડ ટેસ્ટમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ બાદમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના હળવા લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેકને કોરોના પોઝિટિવ આવ્યા બાદ કરવામાં આવેલા નવા ટેસ્ટમાં ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

તેમાં જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નવા ટેસ્ટનો રિપોર્ટ એક પ્રાઈવેટ લેબનો છે અને ત્યારબાદ BMCના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાલ મોટે આ વિશે મોટા અપડેટની પુષ્ટિ કરી છે અને કહ્યું છે ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જયા ઘરે ક્વોરન્ટિનમાં રહેશે. એન્ટિજન ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

સવારે કરવામાં આવેલા એન્ટિજન ટેસ્ટમાં જયા, ઐશ્વર્યા, તેમની પુત્રી આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ BMCએ કહ્યું હતું કે, પ્રોટોકોલ અનુસાર, ત્રણેયને 14 દિવસના ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ પિરિઅડ પૂર્ણ થયા બાદ ફરીથી ત્રણેયનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. અમિતાભ અને અભિષેકની તબિયત સારી છે અને જલ્દી રિકવર થઈ જશે.

ત્રણેય બંગલાને સેનિટાઈઝ કરીને સીલ કરી દેવામાં આવ્યા છે અને બચ્ચન પરિવારને કોવિડ-19 સંબંધી તમામ નિયમોનું પાલન કરવું પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution