ગાંધીનગર કાશ્મીર મુદ્દે કેએફસી, હ્યુન્ડાઈ અને કિઆ મોટર દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યા હતા. જે અંગે આજે ગાંધીનગર અને અમદાવાદમાં કેએફસી, હ્યુન્ડાઈ અને કિયા સામે વિહિપ અને બજરંગ દળના દેખાવો યોજાયા હતા. ગાંધીનગર અને અમદાવાદમાં આજે કાશ્મીર વિરોધી નિવેદન કરવા બદલ કેએફસી, હ્યુન્ડાઈ અને કિયા સામે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેના અંતર્ગત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આજે ગાંધીનગર અને અમદાવાદમાં આવેલા હ્યુન્ડાઈ, કિઆ, કેએફસી અને ડોમિનોઝ પિઝ્‌ઝાની સામે વિરોધ પ્રદર્શન અને દેખાવો કરાયા હતા. જેમાં સેકટર ૨૮ ખાતે આવેલા હ્યુન્ડાઈના શો રૂમને બંધ કરાવવામાં આવ્યો હતો. જયારે સેકટર-૧૧માં આવેલા ડોમિનોઝ પિઝ્‌ઝાના પાર્લરને પણ બંધ કરાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હ્યુન્ડાઈ, કેએફસી, કિઆ જેવી કંપનીઓની પાકિસ્તાનની બ્રાન્ચો દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયામાં જમ્મુ અને કાશ્મીર મુદ્દે ટીપ્પણીઓ કરવામાં આવી હતી. જેના લીધે ભારતમાં આ કંપનીઓ સામે ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. આ વિરોધના પગલે ઉક્ત કંપનીઓ દ્વારા આ ટીપ્પણીઓ અંગે માફી પણ માંગવામાં આવી હતી. અમદાવાદમાં પણ બજરંગ દળે મોરચો માંડ્યો અને બાઈક રેલી યોજીને શો રૂમની બહાર સૂત્રોચ્ચાર કરીને કંપની સામે રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ દ્ભૈંછના શોરૂમની બહાર ‘પીઓકે સહિત આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે’ના પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીર મુદ્દે હ્યુન્ડાઈ પાકિસ્તાન ઓફિશિયલ ટિ્‌વટર હેંડલ પરતી કાશ્મીર માટે લડત ચલાવતા અને બલિદાન આપનાર ભાઈઓને અમારો સપોર્ટ છે તેવું ટ્‌વીટ કરવામાં આવતા ગુજરાત સહિત દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્‌યો. ગુજરાતના બજરંગદળના અગ્રણીઓ ઉપરાંત પોલીસ અધિકારીએ પણ લોકોને હ્યુન્ડાઈ કંપનીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. દેશભરમાં વિવાદ ચરમસીમાએ પહોંચતા વિદેશી કાર કંપનીએ પોતાના પાકિસ્તાન હ્યુન્ડાઈના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પરતી ટિ્‌વટ હટાવી દીધું પરંતુ વિવાદ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. શનિવારે અમદાવાદમાં બજરંગદળના કાર્યકરો દ્વારા પાંજરાપોલ અને પંચવટી સહિતના વિસ્તારમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી અને કાર કંપનીના શો રૂમની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરોએ જય જય રામ, કાશ્મીર કે સમ્માન મેં બજરંગદળ મૈદાન મેં’, ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, કાર્યકરોએ ‘પીઓકે સહિત સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે ના લખાણ લખેલા પોસ્ટર્સ પણ કારના શોરૂમની બહાર ચોટાડ્યા હતા. વિવાદિત પોસ્ટ મામલે બજરંગદળના અગ્રણીએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને કંપનીના વાહનોનો બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, શહીદ જવાનો અને કાશ્મીરી પંડિતોના બલિદાનના અપમાનને બજરંગદળ સાખી નહીં લે.