બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકીઃ 15 ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ
03, ઓગ્સ્ટ 2021

બનાસકાંઠા-

હાલ બનાસકાંઠામાં એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતે એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં ચીમકી આપતી પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. આ ખેડૂતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ચીમકી આપતા કહ્યું છે કે, જિલ્લાના કોઈ મોટા નેતાની સેક્સ સીડી ૧૫મી ઓગસ્ટના રોજ ૧૨.૩૯ કલાકે ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટિ્‌વટર પર વાયરલ થશે.

થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા ખેડૂતે એક મોટા નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભચાર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાઇરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. આ સાથે પોસ્ટમાં ૧૫મી ઓગસ્ટના રોજ ૧૨ઃ૩૯ કલાકે આ નેતાની આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જાેકે આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે, ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી પરંતુ અત્યારે આ પોસ્ટ ને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. થોડા સમય પહેલા કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી પર કથિત યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતા નજરે પડતા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution