બનાસકાંઠા: કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આપેલા આદેશ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે
19, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

અરજદાર ઉપર આરોપ છે કે, વર્ષ 1972માં તેમણે ખોટી સહી કરીને જમીનનો ખોટો દસ્તાવેજ કરેલો છે. 1972માં અરજદાર 4 વર્ષનો હતો અને જમીન તેના પરિવારના સભ્યોના નામે થઈ હતી. એવામાં સાબરકાંઠાના કલેક્ટરે હુકમ કરેલો કે, અરજદાર સામે પોલીસ એફઆઈઆર દાખલ કરે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આ કાયદાની જોગવાઈ મુજબ વિશેષ કોર્ટને એવી સત્તા આપવામાં આવી છે કે, સરકારી અથવા તો ખાનગી જમીનના જૂના કેસો પણ ખોલી શકાય અને જમીન માલિકી અંગે નિર્ણય લઈ શકાય છે. આ નિર્ણય તમામને બંધનકર્તા રહેશે. આ પ્રકારની જોગવાઈઓ બંધારણની વિરુદ્ધ તથા કાયદાના એક પરિપ્રેક્ષ્યમાં રાખીને બનાવી છે. આ જોગવાઈઓના લીધે જૂના દસ્તાવેજો અને સક્ષમ કોર્ટ દ્વારા કરાયેલા જૂના હુકમને પણ અસર પડી શકે છે. આથી આ જોગવાઈઓને રદ્દ કરવી જોઈએ. તેમ જ ખાનગી જમીન પર આ કાયદો લાગુ કરવાથી તેનો દુરૂપયોગ થવાની પણ સંભાવના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution