બનાસકાંઠા-

બનાસકાંઠા જિલ્લામાં સાઇબર ક્રાઇમની બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક શિક્ષિકા અને એક પૂર્વ તલાટી કમ મંત્રીને બેંકમાંથી મેનેજર બોલું છું તેમ જણાવી ઓટીપી નંબર મેળવે ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હોવાની ઘટના બની છે. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના પાલનપુરના એક શિક્ષિકા અને ભીલડી ના એક પૂર્વ તલાટી-કમ-મંત્રી સાયબર ક્રાઇમનો શિકાર બન્યા હોવાની ઘટનાઓ સામે આવી છે જેમાં પાલનપુર તાલુકાના સુંઢા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજીબેન પટેલને આઇસીઆઇસીઆઇ બેન્કનો મેનેજર બોલું છું તેમ કહી તેમની પાસેથી અલગ અલગ રીતે સાત ઓટીપી નંબર માંગ્યા હતા. આ શિક્ષિકા એ સાત ઓટીપી નંબર આપતા અજાણ્યા શખ્સે તેમના ખાતામાંથી ટુકડે ટુકડે કુલ ૪૧ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. જે મામલે તેઓએ અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ડીસા તાલુકાના ભીલડી ગામે રહેતા અને રિટાયર્ડ તલાટી કમ મંત્રી દેવચંદભાઈ ઠક્કરને પણ તેમના મોબાઈલ પર બેંક.ઓફ.બરોડાનો મેનેજર બોલું છું.

તેવો મોબાઈલ પર કોલ આવ્યો હતો અને તેઓએ પણ ઓટીપી નંબર આપતા તેમના ખાતામાંથી પણ ૪૯૯૫૧ રૂપિયા ઉપડી ગયા હતા જે મામલે તેઓએ ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આમ બનાસકાંઠા જિલ્લામાં એક જ દિવસે અલગ-અલગ બે જગ્યાએ શિક્ષિકા અને નિવૃત તલાટી કમ મંત્રી સાથે સાયબર કામની ઘટનાઓ બને છે. ઉલ્લેખનીય છે કે સરકાર અને બેંક દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે અને ગ્રાહકોને પણ સચેત રહેવા માટે જણાવવામાં છે કે બેંક ના નામે કોઈપણ પ્રકારનો ફોન આવે તો ઓટીપી કે અન્ય કોઈ ખાનગી કે બેંકની ડિટેલ આપી નહીં તેમ છતાં પણ કેટલાક લોકો આવા ફેક કોલ નો ભોગ બને છે અને પૈસા ગુમાવે છે.