20, ઓક્ટોબર 2024
મોડાસા, બાયડ પાલિકામાં પાછળના કેટલાક વર્ષોમાં વિકાસમાં જાણે ગ્રહણ લાગી ગયું હોય તેમ નગરજનોને લાગી રહ્યું હતું. ત્યારે હવે પાલિકામાં નવા પ્રમુખ દ્વારા અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કરાયો છે. શહેરનું ઘરેણું એવું જાગાનું તળાવ કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરી આધુનિક બનાવાશે. જેને લઇ શનિવારના રોજ ખાતમુહૂર્ત કરાયું હતું. બાયડમાં છેલ્લા કેટલાક સમયથી આવતી ફરિયાદોનો તુરંત નિરાકરણ લાવવાનું શરૂ કરી દેવાયું છે. ત્યારે બીજી તરફ વિકાસને પ્રથમ પ્રધાન્ય આપવાનું શરૂ કરાયું છે. તળાવનું કામ છ માસની અંદર જ પૂર્ણ કરી દેવાશે તેમ જણાવ્યું હતું. શનિવારે બાયડ પાલિકા પ્રમુખ ભાવનાબેન જાેશી, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કોર્પોરેટર હર્ષદભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ ભલુભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, કંચનબેન પટેલ સહિતના હોદ્દેદારો દ્વારા નગરમાં શનિવારે બાયડ પાલિકા પ્રમુખ ભાવનાબેન જાેશી, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, કોર્પોરેટર હર્ષદભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ ભલુભાઈ પટેલ, ગાયત્રીબેન પટેલ, કંચનબેન પટેલ સહિતના હોદ્દેદારો દ્વારા નગરમાં વિકાસ વેગવંતુ બને તે માટે જાગાના તળાવનું દોઢ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. તળાવમાં વોકિંગ માટે ટ્રેક બનાવાશે. જ્યારે સિનિયર સિટિઝન માટે બેઠક વ્યવસ્થા પ્લાન્ટેશન, બાળકો માટે રમત ગમતના સાધનો વગેરે વિકસાવાશે. તળાવનું કામ છ માસની અંદર જ પૂર્ણ કરી દેવાશે તેમ જણાવ્યું હતું.બાયડ પાલિકાને વારંવાર વિવાદમાં કેટલાક તત્વો લાવી યેનકેન પ્રકારે વિકાસમાં અનેક રોડા નાખનાર વિકાસ વિરોધી તત્વોને રીતસર કરોડો રૂપિયાના વિકાસના કામોના લોકાર્પણથી લપડાક લાગી ગઈ છે. સમગ્ર તમાશા સમગ્ર શહેર જાેઈ રહ્યું છે ત્યારે અગામી સમયમાં શહેરીજનો જવાબ આપશે તેમ ચર્ચાઈ રહ્યું છે.
ગાબટ રોડ ત્રણ રસ્તાથી પલડી સુધી આઇકોનિક રોડ બનાવાશે
બાયડ પાલિકા દ્વારા રૂ. ૫૦ લાખના ખર્ચે ગાબટ રોડ ત્રણ રસ્તાથી પલડી સુધી આઇકોનિક રોડ બનાવાશે. રોડ ઉપર બંને સાઈડ પાર્કિંગની વ્યવસ્થા, સિનિયર સિટિઝન તથા આમ પ્રજાને બેસવા માટે કેટલાક સ્થળ ઉપર બાંકડા મૂકાશે. જ્યારે બંને બાજુ પ્લાન્ટેશન સાથે પીવાના પાણીની સુવિધા પણ ઉભી કરાશે. રોડ બનવાથી અનેક મિલકતોના ભાવ આકાશને આંબી જશે.
લાખેશ્વરી વિસ્તારમાં ૪૦ લાખના ખર્ચે આરસીસી રોડ બનાવાશે
બાયડ પાલિકા દ્વારા વધુમાં ગાબટ રોડ વાયા શામિલ પાર્ક સોસાયટીથી અંબે માતા મંદિર સુધી ૪૦ લાખના ખર્ચે ડામર રોડ બનાવાશે. જ્યારે લાખેશ્વરી વિસ્તારમાં પણ બસ સ્ટેન્ડથી મલ્હાર સોસાયટી સુધી અંદાજિત ૪૦ લાખનો આરસીસી રોડ બનાવાશે.