ગાંધીનગર-

દેશના અંગ્રેજી સામાયિક (મેગેજિન) ઇન્ડિયા ટુડે દ્વારા ગત તા. 16 મી ઓગસ્ટના રોજ પોતાનો ‘મૂડ ઓફ ધ નેશન પોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઈન્ડિયા ટુડેના આ એમઓટીએન મુજબ તેમના ગૃહ રાજ્યોમાં સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે. જો કે આ ટોપ-ટેનમાં ગુજરાતનાં સંવેદનશીલ ગણાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થયો નથી. જો કે આ ટોપ –ટેન મુખ્યમંત્રીમાં ઉદ્ધવ ઠાકરે, મમતા બેનરજી, યોગી આદિત્યનાથ, અશોક ગેહલોત અને કેજરીવાલનો પણ સમાવેશ થયો છે. દરેક બાબતમાં નંબર વન રહેતા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ ટોપ-ટેનની યાદીમાં ક્યાય સ્થાન મળ્યું નથી. તે બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.

દેશના અંગ્રેજી સામાયિક (મેગેજિન) ઇન્ડિયા ટુડે દ્વારા ગત તા. 16 મી ઓગસ્ટના રોજ પોતાનો ‘મૂડ ઓફ ધ નેશન પોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઈન્ડિયા ટુડેના આ એમઓટીએન મુજબ તેમના ગૃહ રાજ્યોમાં સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રી તરીકેની યાદી જાહેર કરવામાં આવી છે. જેના તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન પ્રથમ સ્થાને છે, જે 42 ટકા મંજૂરી રેટિંગ ધરાવે છે. જયરે બીજા ક્રમે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે, તેમની પાસે 38 ટકા મંજૂરી રેટિંગ છે. જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન ત્રીજા સ્થાને છે, તેમની પાસે 35 ટકા મંજૂરી રેટિંગ છે. તો ચોથા ક્રમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે, તેમની પાસે મહારાષ્ટ્રના 31 ટકા નાગરિકોનું સમર્થન પ્રાપ્ત થયેલું છે. તેમના પછી એટલે કે, પાંચમાં ક્રમે પશ્ચિમ બંગાળના મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી છે, તેમની પાસે તેમના રાજ્યના 30 ટકા નાગરિકોનું સમર્થન મળેલું છે.

જ્યારે છઠ્ઠા ક્રમ ઉપર આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે તેમની પાસે રાજ્યના 29 ટકા નાગરિકોનું સમર્થન મળેલું છે, જ્યારે સાતમાં ક્રમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે, યોગી પાસે પણ તેમના રાજ્યના 29 ટકા નાગરિકોનું સમર્થન મળેલું છે. જ્યારે નવમાં સ્થાન ઉપર દિલ્હીના અરવિંદ કેજરીવાલ છે તેમને રાજ્યના 22 ટકા નાગરિકોનું સમર્થન પ્રાપ્ત થયેલું છે. જ્યારે દસમાં ક્રમ ઉપર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને છત્તીસ ગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બધેલ છે. આ બંનેને તેમના રાજ્યના 19 ટકા નાગરિકોનું સમર્થન પ્રાપ્ત થયેલું છે.તાજેતરના ઓર્મેક્સ દ્વારા જાહેર કરાયેલા પોલ અનુસાર, તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને ભારતમાં શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે નવીન પટનાયક અને પિનારાયી વિજયન મુખ્યમંત્રીઓમાં બીજા ક્રમે છે.

ઓરમાક્સ દ્વારા જુલાઈ મહિના માટે ભારતમાંના શ્રેષ્ઠ મુખ્યમંત્રી માટે તેમનો અભિપ્રાય જાહેર કર્યો હતો. આ પોલ અનુસાર મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનને શ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે અંકો મળ્યા છે, જ્યારે ઓડિશાના સીએમ નવીન પટનાયક બીજા અને કેરળના સીએમ પિનારાયી વિજયનને ત્રીજા ક્રમ માટે મતો મળ્યા છે. તેમના પછી ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી છે. જગન રેડ્ડી જે બે મહિના પહેલા ટોપ પર હતા, તે હવે પાંચમા સ્થાને આવી ગયા છે. ટોચના પાંચમાંથી ત્રણ મુખ્યમંત્રીએ ગત મે માહિનામાં વિધાનસભાની ચૂંટણી જીતી હતી, જેથી તેઓ માટે આ હનીમૂનની અસર દર્શાવે છે.અત્રે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે, દરેક બાબતમાં નંબર વન રહેતા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આ ટોપ-ટેનની યાદીમાં ક્યાય સ્થાન મળ્યું નથી. તે બાબત ભારે ચર્ચાનો વિષય બની છે.