દિલ્હી-

કેન્દ્ર સરકારે દેશમાં વાહનોના ટ્રાન્સફરમાં સરળતા માટે એક નવી પહેલની શરૂઆત કરી છે. આ અંતર્ગત નવા વાહનો માટે નવા રજિસ્ટ્રેશન માર્ક શરૂ કર્યા છે. ભારત સીરીઝના નામથી કરવાવાળા આ રજિસ્ટ્રેશનમાં વાહનોનું ટ્રાન્સફર સરળતાથી થઇ શકશે. આ સંબંધે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહનોની ભારત સીરીઝ અથવા બીએચ સીરીઝની અધિસૂચના જારી કરી દીધી છે. આ અંતર્ગત હવે BH શ્રેણીમાં નવા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ શકે છે. જો કે આ સુવિધા વૈકલ્પિક છે, પરંતુ જો વાહન ખરીદનાર વ્યક્તિ ઇચ્છે તો તે BH શ્રેણી માટે પોતાના વાહનની નોંધણી કરાવી શકે છે. આનો સૌથી વધુ ફાયદો તે લોકો અને કર્મચારીઓને થશે જે નોકરીના સંબંધમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા રહે છે. જેના કારણે રજીસ્ટ્રેશનમાં સમસ્યા સર્જાઈ હતી. હવે આ સમસ્યાથી છુટકારો મળશે. ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાનું વાહન એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાય છે, તો તેણે 1 વર્ષની અંદર પોતાનું વાહન ફરીથી નોંધાવવાનું રહેશે. લોકોની સુવિધા અનુસાર, હવે 26 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, ભારત શ્રેણીમાં નવા વાહનની નોંધણી કરી શકાશે.