ઉત્તરપ્રદેશ-


UP વિધાનસભામાં 2 દિવસ બાદ શરુ થવાનું છે ચોમાસુ સત્ર


ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થાય તે પહેલાં જ વિધાનસભાના 20 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સત્ર શરૂ થતાં પહેલાં એસેમ્બલી અને અન્ય 600 કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસું સત્ર 20 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસું સત્ર પૂર્વે તમામ ધારાસભ્યો અને વિધાનસભાના તમામ સ્ટાફને કોરોના ટેસ્ટ કરાવવા જણાવાયું હતું. વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું રહેશે. પરંતુ સત્ર શરુ થાય તે પહેલા જ 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે.

વિધાનસભા અધ્યક્ષ અનુસાર સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવા માટે સદનમાં ધારાસભ્યોની સીટની વચ્ચે એક સીટનું અંતર રાખવામાં આવશે. લોબી એરિયા અને દર્શક ગેલેરીનો પણ ઉપયોગ કરવામા આવશે. નિયમો અનુસાર 6 મહિનાની અંદર સત્ર બોલાવવુ જરૂરી છે. તેથી ત્રણ દિવસનુ સત્ર બોલાવવામાં આવ્યુ છે.