ભરૂચ-

ભરૂચ જિલ્લાના નેત્રંહ મોવી રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ગમખ્વાર અકસ્માતની મળતી માહિતી મુજબ પેસેન્જર કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા, પેસેન્જર કાર ખાઈમાં ખાબકતા 4 મહિલા સહીત કુલ પાંચના મૃત્યુ નિપજ્યા છે.

ભરૂચ પોલીસના જણાવ્યાનુંસાર, ભરૂચ જિલ્લાના નેત્રંગ મોવી રોડ ઉપરસ ફેકટરીમાંથી છુટીને કામદારો પેસેન્જર કારમાં બેસીને ધરે જઈ રહ્યાં હતા. આ સમયે, કોઈ અજાણ્યા વાહનચાલકે પેસેન્જર કારને ટક્કર મારી હતી. પેસેન્જર કારને લાગેલી ટક્કરને કારણે પેસેન્જર કાર રોડની બાજુમાં આવેલી ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં પેસેન્જર કારમાં સવાર પૈકી એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રાજપીપળા ખાતેની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. રાજપીપળા હોસ્પિટલના સત્તાવાળાએ સારવારઅર્થે આવેલ ઈજાગ્રસ્તોમાંથી ચાર મહિલાના મૃત્યુ નિપજ્યા હોવાનું જણાવ્યુ છે. ભરૂચ પોલીસે, આ ગમખ્વાર અકસ્માત અંગે, ગુન્હો નોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.