અંક્લેશ્વર, તા.૧૯ 

કોરોના સંક્રમણ ને નિયંત્રણ માં રાખવા માટે સરકાર ધ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર કોરોના સામેની લડત માટે સુસજ્જ અને સતર્ક છે.ભરૂચ જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયા એ અંકલેશ્વરના વિવિધ કન્ટેન્ટમેન્ટ સ્થળોની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યા હતા. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસ નાં સંક્રમણને કારણે સામે આવી રહેલા પોઝીટીવ કેસોને ધ્યાને લઈ વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર તેનો મુકાબલો કરવા તનતોડ પ્રયાસ કરી રહ્યુ છે. કોરોનાને મહાત આપવા અગમચેતીના ભાગરૂપે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો. એમ.ડી.મોડિયાએ અંકલેશ્વર શહેર માં કન્ટેઈન્ટમેન્ટ સ્થળો ની મુલાકાત લઇ નગરપાલિકા નાં ચીફ ઓફિસર તેમજ તાલુકા આરોગ્ય વિભાગ ને જરૂરી સૂચનો કર્યા હતા.