ભાવનગર-

શહેરમાં આંગડીયાનો કર્મચારી શેઠના આદેશ મુજબ પૈસા લેવા તો ગયો પણ જ્યા પહોચાડવાના હતા ત્યાં ના પહોચ્યો અને કર્મચારી 52 લાખ જેવી રકમ સાથે છુમંતર થઈ ગયો છે. કર્મચારીની ભાળ નહિ મળતા અંતે વેપારીએ પોતાના કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવનગરમાં કેતનભાઈ શાહની પોતાની કંપની ચાલે છે કેતનભાઈ શાહે ગઈકાલે તેમના 10 વર્ષ જુના કર્મચારી શૈલેષભાઇ મકવાણાને 15 લાખ પોતાની ઓફિસમાંથી આપ્યા અને અને અન્ય 37.35 લાખ રૂપિયા મહેતા શેરીમાં આવેલા આંગડિયા પેઢી શ્રી ગણેશમાંથી લઈને ત્યાં જ આવેલી મહેતા શેરીની બીજી આંગડિયા પેઢી પી ઉમેશકુમારમાં કેતનભાઈ શાહના નામે જમા કરાવવાનું કહીને મોકલ્યો હતો. સાંજે 6.30 કલાક આસપાસ કેતનભાઈ શાહે પોતાના કર્મચારીને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેણે તેના ઘરે ફોન કરતા શૈલેષભાઇ તેના ઘરેથી 4 વાગ્યાના નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેથી કેતનભાઈએ શ્રી ગણેશ આંગડીયામાં પૂછતા શૈલેશભાઈ 37.35 લાખ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પી. ઉમેશકુમાર આંગડિયામાં પૈસા જમા કરાવવા નહીં આવ્યા હોવાનું તેમની સામે આવ્યું હતું. ભાવનગરના કેતનભાઈ શાહની ઓફીસ માધવહીલ કોમ્પ્લેક્સમાં બીજા માળે છે. મૌન સતફેરો એલોઇસ પ્રા.લી અને મૌન સત ઇસપાત પ્રા.લીમિટેડ નામની કંપની દ્વારા સ્ક્રેપનો વ્યવસાય કરવા છે અને શૈલેષભાઇ ત્યાં 10 વર્ષથી નોકરી કરતા હોઈ જેથી પૈસા જમા કરાવવા મોકલેલ પણ વિશ્વાસઘાત થયાનું માલુમ પડતા કેતનભાઈએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે હાલ સુધી શૈલેશભાઈનો પત્તો લાગ્યો નથી અને શૈલેષભાઇ ભરતનગર પાસે આવેલા શ્રીનાથજીનગર 2 માં રહેણાંક ધરાવે છે પોલીસ ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.