ભાવનગર-

મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં ભાવનગરના સિનિયર પત્રકાર રખડતા રસ્તા પરના ઢોરના પગલે મૃત્યુ પામ્યા છે. જેથી કોંગ્રેસે માલધારીના વેશમાં રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવાનું વિચાર્યું હતું, પરંતુ રેલીની મંજૂરી નહીં મળવાથી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ મનપાના શાસકો 22 વર્ષથી હલ કરી શક્યા નથી, ત્યારે ભાવનગર કોંગ્રેસે માલધારી વેશમાં રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીને મંજૂરી મળી ન હોવાખી પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કમિશ્નરની મંજૂરી મળતા 5 લોકોનેને સાંભળવા મંજૂરી આપવામાં આવી હતી. ઢોરની સમસ્યાનું નિરાકરણ નહીં આવવાથી કોંગ્રેસે રોષે ભરાઈ ઘોઘાગેટ ચોકમાંથી રેલી કાઢી હતી. આ રેલીમાં કોગ્રેસ માલધારીના વેશમાં રસ્તા પરના ઢોર મહાનગરપાલિકા સુધી પહોંચાડ્યા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે ઘર્ષણ થયું હતું.