પટના-

બિહાર વિધાનસભા ચૂંટણીને લઇ શુક્રવારના રોજ દિશ-નિર્દેશ રજૂ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે 2-3 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઇ શકે છે. કહેવાય છે કે નવેમ્બર મહિનો પૂરો થતા-થતા બિહાર ચૂંટણી પૂરી થઇ જશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવીને બિહારમાં ચૂંટણી કરાવાની જે આશંકા હતી તેને નકારવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચની વચ્ચે મંત્રણા ચાલી રહી છે કે બિહારમાં વોટિંગ બે-ત્રણ તબક્કામાં પૂરું કરાય. એવામાં આશંકા છે કે બે-ત્રણ તબક્કામાં ચૂંટણી થાય છે તો તેની જાહેરાતમાં વિલંબ થઇ શકે છે. 2015માં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 9 સપ્ટેમ્બરના રોજ થઇ હતી. આ દરમ્યાન બિહારમાં 6 તબક્કામાં ચૂંટણી થઇ હતી. 20 સપ્ટેમ્બર સુધીમાં નોટિફિકેશન જાહેર કરાય તેવો અંદાજો

સૂત્રો કહે છે કે ચૂંટણી પંચ 20 સપ્ટેમ્બર અથવા તેની આસપાસની જ તારીખોમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડી શકે છે. કોરોના સમયગાળામાં મતદાન પ્રક્રિયાને કેવી રીતે સંચાલિત કરવી તેની વિગતવાર માર્ગદર્શિકા જારી કરી શકે છે. તે માર્ગદર્શિકા શુક્રવાર સાંજ સુધીમાં બહાર પાડી શકે છે. માર્ગદર્શિકા અંગે ચૂંટણી પંચ લાંબી વાતચીતો કરી ચૂકયા છે.

સૂત્રો કહે છે કે બિહારની ચૂંટણી અંગે શુક્રવારે બપોરે દિલ્હીમાં ચૂંટણી પંચની કચેરીમાં બેઠક શરૂ થશે. આમાં વિગતવાર માર્ગદર્શિકા પર મહોર લગાવી શકાય છે. માર્ગદર્શિકામાં પ્રચારની રીત, વૃદ્ધો માટે મતદાન પ્રક્રિયા વગેરે વિશે વિસ્તૃત માહિતી હશે. સૂત્રો એમ પણ કહે છે કે સોમવારે ચૂંટણી પંચ વિડીયો કોન્ફરન્સ દ્વારા બિહારના તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજી શકે છે.

આપને જણાવી દઇએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરુવારે અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનના અવસર પર કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આરજેડી અને જેડીયુ 2015ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં સાથે ઉતર્યા હતા. જ્યારે તેમનો મુકાબલો ભાજપ + એલજેપી + આરએલએસપી + હમનું ગઠબંધન હતું. ચૂંટણીમાં આરજેડી + જેડીયુ ગઠબંધનને મોટો વિજય મેળ્યો હતો. જો કે લગભગ એક વર્ષ બાદ નીતિશ કુમારે મહાગઠબંધન તોડ્યું હતું અને ભાજપ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે.