વોશિંગ્ટન

માઇક્રોસોફ્ટે કહ્યું છે કે તે આવતા વર્ષે ૧૫ જૂને તેના બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર સેવા બંધ કરવા જઈ રહ્યું છે, જે લગભગ ૨૫ વર્ષથી ઇન્ટરનેટ વપરાશકારોને તેની સેવાઓ આપી રહી છે. માઇક્રોસોફ્ટે બુધવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ વેબ બ્રાઉઝરને વિન્ડોઝ ૯૫ ની ઓફર કરવામાં આવી હતી.

ર્નિણય અંગે માઇક્રોસોફ્ટ એજ પ્રોગ્રામ મેનેજર સીન લિંડરસે કહ્યું ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ૧૧ ડેસ્કટ ડેસ્કટોપ એપ્લિકેશનને બંધ કરવામાં આવશે અને વિન્ડોઝ ૧૦ ના કેટલાક સંસ્કરણોનું સમર્થન ૧૫ જૂન, ૨૦૨૨ થી બંધ કરવામાં આવશે."

તેમણે વધુમાં ઉમેર્યું 'વિન્ડોઝ ૧૦ પર ઇન્ટરનેટ એક્સપ્લોરરનું ભવિષ્ય માઇક્રોસોફ્ટ એજ છે. માઇક્રોસોફ્ટ એજ એ ફક્ત ઇન્ટરનેટ એક્સપ્લોરર કરતા ઝડપી વધુ સુરક્ષિત અને વધુ આધુનિક બ્રાઉઝિંગ અનુભવ નથી. પરંતુ તે જૂની પરંપરાગત વેબસાઇટ્‌સ અને એપ્લિકેશનો સાથે પણ સુસંગત છે.'