અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે ત્યારે ભાજપ અને કોગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયાર થઇ ગયા છે. ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ શરૂ થઇ જતી હોય છે, ત્યારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ સ્થાનિક લેવલે નેતા અને કાર્યકરોની નારાજગી સામે આવી રહી છે.

જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવવાનું જાહેર કરવામાં આવતા જ રાજકીય પક્ષોમાં ભંગાણ પડવાનું પણ શરૂ થઇ ગયું છે, ભાજપમાં ભંગાણ પડતા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે. પાર્ટીના કાર્યકર્તા પાર્ટીનો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જતા જોવા મળે છે. ભાભરમાં વોર્ડ નંબર 3 માં ભાજપમા ભંગાણ પડ્યું છે. ભાભરમાં 100 જેટલા કાર્યકર્તાઓ મેલડી માતાની સોગંદ સાથે કોંગ્રેસમાં જોડાયા છે. જો કે ચૂંટણી પહેલા ભાજપી કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોટા ભાગે કોંગ્રેસમાં થી ભાજપમાં પક્ષાંતર જોવા મળતું હોય છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ સત્તાધારી ભાજપમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. ભાભરના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જે સામાન્ય નાગરિકની નાની વાતોમાં વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.