કોલકાત્તા-

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી મોટા ફેરફારના અણસાર છે. સમચાાર છે કે વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કેટલાક ધારાસભ્યો ટીએમસીમાં પાછા ફરવા માંગે છે. આ ધારાસભ્યોની સંખ્યા ૩૩ હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપે આ સમાચારોનું ખંડન કર્યુ છે. પૂર્વ ટીએમસી નેતા સરલા મુર્મુ સોનાલી ગુહા અને દીપેન્દુ વિશ્વાસ પહેલા જ ખુલીને પાર્ટીમાં સામેલ થવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.

મીડિયા રિપોર્ટે દાવો કર્યો છે કે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયના દીકરા શુભ્રાંશુ રોય ટીએમસી તરફ જાેઈ રહ્યા છે. જાે કે આ અટકણો ફેસબુક પોસ્ટ પરથી લગાવઈ રહી છે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. પોસ્ટમાં તેમણે કહ્યુ હતુ કે સરકારની ટીકા કરવા કરતા પોતાનું નિરિક્ષણ કરવું જાેઈએ. તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને હાર્યા હતા.

ભાજપના પ્રવક્તા શમિક ભટ્ટાચાર્ય ભાજપના નેતાઓના ટીએમસીમાં સામેલ થવાના સમાચારોને અફવા ગણાવી છે. તે કહે છે કે દાવા ખોટા છે. બીજી તરફ ટીએમસી દળ- બદલથી જાેડાયેલા ર્નિણયોમાં ઉતાવળ કરવા નથી માંગતી. પાર્ટી સાંસદ શુખેંદુ શેખર રોયેના જણાવ્યાનુંસાર પાર્ટી બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. ટીએમસી છોડીને જનારા નેતાઓને પાછા લેતા પહેલા અનેક સવાલોના જવાબ શોધવામાં આવશે. અનેક પાસાઓ પર નજર કરવામાં આવશે. ટીએમસી સાંસદે કહ્યુ કે આવી જ સ્થિતિ રહી તો રાજ્યમાંથી ભાજપ સાફ થઈ જશે. મેમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ રાજ્યમાં ફરી સત્તા મેળવી છે. ૨૯૪ સીટોમાંથી ૨૧૩ ટીએમસીએ જીતી હતી. ૭૭ સીટ પર ભાજપ જીતી હતી. ચૂંટણી પહેલા અનેક ટીએમસીના નેતાઓ ભાજપમાં જાેડાયા હતા. જેમાં દિગ્ગજ નેતા શુભેન્દ્ર અધિકારી પણ હતા. આ પાર્ટી બદલુઓની સંખ્યા ૩૩ હતી.