છોટાઉદેપુર

ભારતીય જનતા પાર્ટીમાં એકબાજુ ઓપન કેટેગરીના ઉમેદવારો પ્રથમ વાર આ રીતે પ્રમુખ માટે સામાન્ય હોય એ બનવા પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ છોટાઉદેપુર જિલ્લો બહુલ આદિવાસી વસ્તી અને બેઠકો ધરાવે છે. જિલ્લામાં આદિવાસી મતદાતાઓ દ્વારા ભાજપા પર અતૂટ વિશ્વાસ કરી ખોબે ખોબે મત આપ્યા છે. ત્યારે ભાજપ માંથી છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ માટે ચર્ચા હોટફેવરીટ નામો.૧.મલકાબેન ભાવિનભાઈ પટેલ જેઓ સંખેડા તાલુકાના પરવેટા જિલ્લા પંચાયત બેઠક જીતી. જેઓએ અભ્યાસમાં પી.ટી.સી, એમ.એ કર્યું છે. જ્યારે તેમના સસરા દિનેશભાઈ ૧૯૮૭થી ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયેલા છે. જેઓ તાલુકા ભાજપના મહામંત્રી હતા તેમજ સહકારી સેત્ર માં વર્ચસ્વ ધરાવે. જિલ્લા મંત્રી ,જિલ્લા ઉપાધ્યક્ષ અને વિવિધ મોરચામાં ભારતીય જનતા પાર્ટી તરફથી હોદ્દા પર રહ્યા છે. અને તેઓ વી એચ પી અને સંઘ સાથે પણ જાેડાયેલા છે. ૨.. બોડેલી તાલુકાના પ્રકાશસિંહ મહેન્દ્રસિંહ વાસદીયા જેઓ ૨૭ તાંદલજા જિલ્લા પંચાયત બેઠક પરથી જીત મેળવી. જેઓ અભ્યાસમાં બી.એ પાસ છે. અને ખડકલા જુથ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહ્યા છે.ભાજપના સ્ક્રીય કાર્યકર.૩..જેતપુરપાવી ઉમેશભાઈ રાયસીંગભાઈ રાઠવા જેઓ જેતપુરપાવી બેઠક પરથી ઉમેદવારી કરી અને જિલ્લા પંચાયતની બેઠક જીતી. જેઓએ અભ્યાસમાં બી.એ, એમ. એસ. ડબલ્યુ,એમ.એ,એલ.એલ.બી કર્યું છે. અને જેઓ રાષ્ટ્રીય સ્વયં સંઘ (આર.એસ.એસ) સાથે વર્ષોથી જાેડાયેલા છે.૪..નસવાડી નવગામ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર કોમલબેન અરવિંદભાઈ ડું.ભીલ જેઓ અભ્યાસમાં ૧૦ પાસ છે. અને ભાજપના સક્રિય સભ્ય છે .અને તેમના પતિ બાર વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આર.એસ.એસ.)ના કાર્યકર છે. તેમના પતિ અરવિંદ ભાઈ બગલીયા જુથ ગ્રામ પંચાયતના સરપંચ પણ છે.૫..કવાંટ તાલુકા ના ભાવનાબેન જયેશભાઈ રાઠવા જેઓએ આથાડુંગરી જિલ્લા પંચાયતની બેઠક જીતી જેઓ ભાજપના સક્રિય કાર્યકર છે.